Tuesday, March 09, 2010

" Better half " - Ek Simple Gujarati film

ગઈ કાલે ગુજરાતી ફિલ્મ "Better half " જોઈ આવ્યો. હા. ફિલ્મ નું નામ અંગ્રેજી માં છે. જે યોગ્ય પણ છે અને ફિલ્મ મેકર ની જરૂરીયાત પણ છે. જરૂરીયાત એટલે માટે કે નામ પર થી લોકો ને લાગવું જોઈએ કે આ ફિલ્મ માં તેમને ચણીયા ચોળી , ઢોલ સિવાય કૈક જોવા મળશે.

ફિલ્મ નો first half બોરિંગ લાગ્યો. 2nd part માં દમ છે. આ કદાચ પ્રથમ ગુજરાતી ફિલ્મ હશે જેમાં તમને laptop જોવા મળશે અને PPT, Dream Projects જેવા શબ્દો સાંભળવા મળશે. અમુક અંતરે અંગ્રેજી વાક્યો પણ સાંભળવા મળશે.

" Better half " - Ek Simple Gujarati film એની પંચ લાઈન ને અનુરૂપ છે. ફિલ્મ સિમ્પલ છે. કોઈ મરી મસાલો નથી. કોઈ ધીંગા મસ્તી નથી. આખી ફિલ્મ એક વર્કિંગ કપલ પર છે. ફિલ્મ માં એ સુંદર રીતે સમજાવવા માં આવ્યું છે કે લગ્ન એટલે માત્ર એક બીજાની જરૂરિયાત પૂરી કરવી એવું નઈ.

જયારે કોઈ કપલ માં મનદુઃખ ચાલતું હોય ત્યારે તેમના નિકટ જનો જેમકે માતાપિતા , ભાઈ ભાભી અને મિત્રો ની જવાબદારી શું , એ આ ફિલ્મ માં ખુબજ સારી રીતે દર્શાવવા માં આવ્યું છે.

આ ફિલ્મ જોવા હું બઉ અપેક્ષાઓ સાથે લઈને નહી પરંતુ ફિલ્મ ના નિર્માતા આશિષ કક્કડ ના ગુજરાતી ફિલ્મો ને ફરીથી તેના ઉચ્ચ સ્થાને બિરાજવા ના પ્રયત્ન ને બિરદાવવા ગયો તો. આપણે લોકો હંમેશા ફરિયાદ કરીએ છીએ કે , ગુજરાતી ફિલ્મો નું સ્તર ખુબ નીચે ગયું છે. અને જયારે કોઈક સાચી દિશા માં પગલું ભરે તો એ વ્યક્તિ અને એના કામ ને બીરદાવવું એ આપણી ફરજ થઇ પડે છે.

" Better half " - Ek Simple Gujarati ફિલ્મ ના મને ગમેલા કેટલાક દ્રશ્યો :-

(૧) મયુર વાંકાની ના માત્ર બે દ્રશ્યો છે. પણ બંને દ્રશ્યો આપણ ને કહી જાય છે કે સમજણ કે લોજિક એ માત્ર ભણેલા ગણેલા લોકોનો ઈજારો નથી.

(૨) કામિની ની મિત્ર રોમાં જયારે 'જી ભાઈ' ને મજાક માં પ્રપોઝ કરેછે ત્યારે જી ભાઈ એમને સુંદર જવાબ આપે છે.

(૩) રૂબી ની સાસુ જયારે એમને સમજાવે છે કે એકલા એકલા માં રડવાનું નઈ.

(૪) ફિલ્મ નો નાયક 'માનવ' પોતાને સારા સંસ્કાર આપવા બદલ , ખુબ ભણાવા બદલ પોતાની માતા નો આભાર માને છે અને એક ફરિયાદ પણ કરે છે. આ સીન ખરેખર ખુબજ સારી રીતે ભજવાયેલો છે. બંને કલાકાર ને ખુબ ખુબ અભિનંદન.

(૫) કામિની અને રૂબી ની ફોન પર ની વાત.

(૬) રાજુ બારોટ 'જી ભાઈ' ના રોલ માં ખુબજ પ્રભાવશાળી લાગ્યા.

જયારે હું એસ જી રોડ પર ના "વાઈડ એન્ગલ" માં આ ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યારે માત્ર વડીલોજ નજરે ચડ્યા. ઉમર પ્રમાણે ના યુવાનો માં મને ઘણી ને કદાચ ૨-૩ જણા જ હતા. " Better half " એ આજના જમાના ના વર્કિંગ કપલ ની વાર્તા છે. એટલે આ ફિલ્મ કદાચ આપણાં ઉમર પ્રમાણે ના યુવાનો માટે વધારે અનુરૂપ છે. આશા રાખીએ છીએ કે લોકો આ ફિલ્મ ને બીરદાવશે અને બીજા ફિલ્મ મેકર્સ ને નવા જમાના પ્રમાણે ની ફિલ્મ બનાવવા પ્રોત્સાહિત કરશે.

Cast and Crew of " Better half " - Ek Simple Gujarati film
Actors : Dharmendra Gohil, Neha Mehta, Raju Barot, Diana Raval, Mayur Vankani
Director - Ashish Kakkad
Screen Play - Pubali Chaudhuri
Director of Photography - Darshan Dave
Music - Nishith Mehta
Lyricist - Chirag Tripathi